Dwarka News | દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ બાળકોમાં ફેલાઈ રહેલા ચાંદીપૂરા વાયરસ બાબતે એક્શન મોડમાં
ચંદીપુરા વાયરસ કે જે બાળકોમાં ફેલાઈ રહેલો વાઇરસ છે જેના લીધે બાળકોનું મૃત્યુ થવાની પણ સંભાવના રહેલી હોય છે ત્યારે આ વાઇરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ ની તમામ ધીમો પણ સમગ્ર દ્વારકા જિલ્લામાં એક્શન મોડ પર જોવા મળી ચાંદીપુરા વાયરસ માખી થી ફેલાતો વાયરસ હોય જુના મકાનો જૂની દીવાલો અનેક સમયથી ભરાઈ રહેતા પાણી વારી જગ્યા વગેરે જગ્યા પર આ માખી નો ઉદ્ભવ થવાની સંભાવના હોય છે. ત્યા જિલ્લા આરોગ્ય વિભાગની ટુકડીઓ દ્વારા સ્લમવિસ્તાર સ્કૂલો ,આંગણવાડી કેન્દ્રો તેમજ જગ્યા કે જ્યાં ઘણા સમયથી પાણી ખાદવ કીચડ ભરાયેલો રહેતો હોય છે ત્યાં દવાનો છટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ આશા વર્કર બહેનો દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરી બાળકોના આરોગ્ય વિશેની માહિતીઓ પ્રાપ્ત કરવામાં આવી રહી છે તો બાળકો ને આંખી બાય ના કપડા પેહરવા, મછરદાની માં સુવડાવા ત્યારે દ્વારકા જિલ્લાની, જિલ્લા સ્તરની સિવિલ હોસ્પિટલમાં એક બાળકો માટેનો ખાસ 7 બેડ નો આઇસોલ્સન વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે જેમાં તમામ જાતની જરૂરી સુવિધાઓ રાખવામાં આવી છે અને ખાસ બાળકો માટે ના ડોક્ટરો પણ (24 * 7 ) હોસ્પિટલ પર રાખવામાં આવી રહ્યા છે ત્યારે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તમામ જાતની મુશ્કેલીઓ સામે લડવા સજજ છે તેવું જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા એ જણાવ્યું હતું.