ABP News

Dwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

Continues below advertisement

Dwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

Gujarat Local Body Election 2025: આજે વહેલી સવારથી ગુજરાતમાં 66 નગરપાલિકાઓ અને પંચાયતોમાં મતદાન યોજાઇ રહ્યું છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો ભારે ઉત્સાહથી લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. સવારે 10 વાગ્યા સુધીમાં 10 ટકાથી વધુ મતદાન થઇ ચૂક્યુ છે. આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે. આજે થઇ રહેલા મતદાનમાં કેટલીક જગ્યાએ EVM મશીનો ક્ષતિગ્રસ્ત થયા હોવાની બૂમો પણ સામે આવી છે. હાલમાં જ દ્વારકામાં એક બે નહીં પરંતુ ત્રણ-ત્રણ EVM મશીનો ખોટકાયા હોવાની માહિતી સામે આવી છે. 

મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે દ્વારકા જિલ્લામાં EVM ખોટકાયાની બૂમો પડી છે. દ્વારકાના સલાયા પાલિકાની ચૂંટણીમાં ચાલુ મતદાન દરમિયાન EVMમાં ક્ષતિ ઉભી થઇ હતી. જીન વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર 1 પર એક EVMમાં ક્ષતિ સર્જાઇ હતી, EVMમાં ભાજપનું બટન જ દબાતું હોવાની મતદારોની ફરિયાદ થઇ હતી, જે પછી મતદારોની ફરિયાદના પગલે BLOએ બીજુ EVM લગાવ્યું હતુ, જોકે, બીજા EVMમાં પણ આજ ક્ષતિ સર્જાતા બાદમાં ત્રીજુ EVM મુકવું પડ્યુ હતું. 

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram