Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ

Continues below advertisement

દ્વારકા જગત મંદિરે ચડતી નૂતન ધ્વજા આજે વરસાદ અને પવન ની શક્યતા ને લીધે અડધી કાઠી એ લહેરાવી.. આજે સવાર થી સતત વરસાદ સાથે પવન  વ્યાપતા અબોટી પરિવાર અને દેવસ્થાન સમિતિ નો નિર્ણય. આજે વરસાદ અને પવન ની ગતિ ઓછી થાય બાદ ધ્વજા પૂર્ણ દંડ પર લહેરાવાશે. યાત્રાધામ દ્વારકા માં આજે બે કલાક મા 30 એમ એમ વરસાદ નોંધાયો.. ધીમી ધારે વરસાદ થી ખેડૂતો માં ખુશી સાથે દ્વારકા રોડ રસ્તાઓ પર પાણી વહ્યા.. સવારે 8 થી 10 વાગ્યા સુધી માં 30 એમ એમ વરસાદ નોંધાયો.

રાજ્યમાં વરસી રહેલા વરસાદ ના પગલે 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ. પંચાયત હસ્તકના 6 રસ્તાઓ જ્યારે 2 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ. રાજકોટ અને પોરબંદર જિલ્લામાં 2-2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ. અમરેલી,સુરેન્દ્રનગર,ભાવનગર અને છોટા ઉદેપુર માં 1-1 રસ્તાઓ વરસાદ ના પગલે બંધ. હવામાન વિભાગની આગાહી ના પગલે રાજ્યમાં NDRF ની 8 ટીમોનું કરાયું છે ડિપ્લોયમેન્ટ. વલસાડ,નર્મદા,ભાવનગર,રાજકોટ,અમરેલી,દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં 1-1 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram