સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા યથાવત, જુઓ વીડિયો
ગુજરાતમાં આજે ભૂંકપના નવ આંચકા અનુભવાયા હતા. કચ્છ અને ગીર સોમનાથ જીલ્લામાં ધરા ધ્રુજી છે. તાલાલામાં ગઈ કાલ બાદ આજે પણ આફ્ટર શોક યથાવત છે. ત્યારે આવો જાણીએ આજે ક્યારે અને કેટલી તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભાયા. તેમજ તેનું કેન્દ્રબિંદુ ક્યાં હતું. રાત્રે 12.22 વાગ્યે રાપરમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો, રિક્ટર સ્કેલ પર 2.1 ની તીવ્રતા હતી અને ભૂંકપનુ કેન્દ્રબિંદુ રાપરથી 38 કિમી દૂર નોંધાયું હતું.