Hun To Bolish : જુઓ દેવદૂત

Continues below advertisement

Hun To Bolish : જુઓ દેવદૂત

અમદાવાદ શહેરના મેમ્કો બ્રિજ પર માનવતા દાખવતો કિસ્સો સામે આવ્યો....બાઈક પર જતા એક યુવકના ગળામાં અચાનક પતંગની દોરી વાગતા ગંભીર રીતે ગળું કપાયું....આ ઘટનામાં યુવક લોહીલુહાણ હાલતમાં હતો..ત્યારે હાજર પોલીસ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા...અને 108ની રાહ જોયા વગર તાત્કાલિક પોતાની બાઈક પર યુવકને બેસાડીને લઈ ગયા....યુવકને ગળાના ભાગે અંદાજે 20 ટાંકા આવ્યા....હાલ યુવકની સ્થિતિ સ્થિર છે....
-------------------
ગળા કાપતી ચાઈનીઝ દોરીનો મસમોટો જથ્થો અમદાવાદ ગ્રામ્ય SOGએ ઝડપી પાડ્યો.. સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી SOGએ 7.48 લાખની ચાઈનીઝ દોરી જપ્ત કરી હતી.. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગવાણી નામના આરોપીની ધરપકડ કરી.. આરોપીઓની પૂછપરછમાં ચાઈનીઝ દોરીનો જથ્થો દાદરાનગર હવેલીથી વિરેન પટેલે મોકલ્યો હોવાનો ખુલાસો થયો.. ગ્રામ્ય SOGની એક ટીમે સ્થાનિક પોલીસની મદદથી વંદના ઈન્ડસ્ટ્રીઝમાં રેડ કરી.. જ્યાંથી 1.50 કરોડની કિંમતની તૈયાર થયેલ ચાઈનીઝ દોરી, ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો મટીરીયલ મળીને કૂલ બે કરોડ 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.. પોલીસની કાર્યવાહી બાદ ફેક્ટરીનો સંચાલક જાવેદ મિર્ઝા અન વિરેન પટેલ નમના બંન્ને આરોપી ફરાર છે.. પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે રજિસ્ટ્રેશન વગર જ ફેક્ટરી ધમધમતી હતી.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola