Amreli: ..આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદભૂત માનસિક સ્વસ્થતા જાળવી: નીતિન પટેલ
અમરેલી ખાતે દીલીપ સંધાણીના જન્મ દિવસના કાર્યક્રમમાં ગુજરાત સરકાર ના પુર્વ ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીલીપ સંધાણીની હિંમત અને સત્ય સાથે ઉભા રહેવાની ખાસિયત ના વખાણ કર્યા હતા અને ભુતકાળમાં હાઇકોર્ટના એક જજ સાથે થયેલા વિવાદ નો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોતમ રૂપાલાના પણ વખાણ કરતા જણાવ્યું હતું કે આટ આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદભૂત માનસિક સ્વસ્થતા જાળવી રાખી હતી..