Surendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતી

સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં આરતી કરી. આજે પાટડી, જરવલા, સુરજપુરા, નવરંગપુરા, હિંમતપુરા, નારાયણપુરાનાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. પાટડીથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ગણોતધારાના વિરોધ અને ખેડૂતોની અન્ય માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિ આવેદનપત્ર આપી રજૂઆત કરશે. રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો. જેમાં 1500 જેટલા ખેડૂતો જોડાશે તેવો દાવો કરાયો છે. નૌશાદ સોલંકીએ પણ સરકાર પર પ્રહાર કર્યો. જો કે પાટડી ધારાસભ્યે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અગાઉના કલેક્ટર દ્વારા ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો..જે અંગે વિધાનસભા રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ ત્રણ માસમાં તમામ પ્રશ્નોનું નિરાકાર આવી જશે તેવી ખાતરી આપી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola