Amreli Farmer : રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક પાઇપલાઇન નાખવાનો ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક પાઇપલાઇન નાખવાનો ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો. ખેડૂતો પોતાના માલઢોર પશુઓ સાથે સભા સ્થળે પહોંચ્યા.. હાથમાં બનેર સાથે વિરોધ કર્યો. સભામાં કેટલાક ખેડૂતો સાંકળ પહેરી મોઢા પર માસ્ક બાંધી અનોખો વિરોધ કર્યો. ખેડૂતોનો આરોપ છે સિંચાઈના પાણી અન્ય લોકોને આપવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સાથે આવનારા 5 દિવસ સુધી અલટીમેટમ પણ આપ્યુ. જો નિરાકરણ નહિ આવે તો ગામે-ગામ પોસ્ટરો લગાવી વિરોધ કરવા માટેની રણનીતિ કરાશે. જે બાદ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર મારફતે રાજુલા પ્રાંત કચેરીએ આવેદન  આપવા માટે પહોંચ્યા. પ્રાંત કચેરીમાં ઘેરાવ કરી રોષ સાથે અનોખો વિરોધ પણ કર્યો. ધાતરવડી ડેમ-1માંથી રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની પાઇપ લાઇન જર્જરિત થવાથી કરોડોના ખર્ચે નવી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે.  જેને લઈ રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે દાવો કર્યો કે ખેડૂતોનું કોઈ પાણી લેવામાં નહિ આવે.. કોઈ ઉધોગોને પાણી નહિ આપવામાં આવે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola