Navsari waterlogged: નવસારી જિલ્લાના ખેતરો હજુ જળમગ્ન, ખેડૂતોને નદીના પાણીએ કર્યા બરબાદ

Continues below advertisement


ડાંગમાં ભારે વરસાદે વિરામ લેતા નવસારીમાં નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. પરંતુ અંબિકા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોને નદીના પાણીએ બરબાદ કર્યા. ગણદેવીના કલમઠા, ભાઠા સહિતના ગામના 90 ટકા ખેતરો હજુ જળમગ્ન છે. ખેતરો પાણીથી લબાલબ થતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે..વિસ્તારમાં 400 હેકટર જમીન પૈકી 110 હેકટરમાં ડાંગરનું વાવેતર છે..પરંતુ નદીના પાણીના ભરાવને કારણે હાલમાં 90 ટકા ખેતરોમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે..ખાસ કરીને ડાંગરના પાકમાં 20થી 30 ટકા ખેતરમાં પાણી ભરાયેલા છે. અને અંદાજે 50 ટકા કરતા વધુ પાકને નુકસાન થયું છે.રાજ્ય સરકાર સર્વે કરાવી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન થયેલા ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી ખેડૂતોની માંગ છે. કલમઠા સહિતના ગામો અંબિકા કાવેરી અને ખરેરા ત્રણ નદીના સંગમના વચ્ચે આવેલું આ ગામ છે...અને અંબિકા નદીની સપાટીમાં વધારો થતા ગામમાં પાણી પ્રવેશી ચૂક્યા હતા..અને મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો લોકોને કરવો પડ્યો હતો...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola