
Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહ
Continues below advertisement
Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહ
ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત. ઉનામાં ગાયત્રી શાળાના કમ્પાઉન્ડમાં સિંહ આંટાફેરા મારતો નજરે પડ્યો. સાથે જ મહાદેવ મંદિર પાસે શાળાના ગ્રાઉન્ડમાં વાછરડાનો શિકાર કરતો જોવા મળ્યો હતો. શિક્ષકોની નજરે સિંહ પડતાં બાળકોને શાળાની બહાર જ રોકી રાખ્યા. જો કે સિંહ આખી શાળામાં ફર્યો. જેથી વન વિભાગને સમગ્ર બાબતની જાણ કરી. અચાનક જ શાળાની દીવાલ કૂદીને આવી આવેલ સિંહને ભગાડવા વન્ય અધિકારી દોડી આવ્યા. સિંહ ભગાડી શાળાની અંદર છાત્રોને પ્રવેશ આપ્યો. છેલ્લા ઘણા સમયથી શિકારની શોધમાં સિંહ માનવવસાહત તરફ સતત ફરતા જોવા મળી રહ્યા છે. ગામો, શેરીઓમાં હવે શાળા પરિસરમાં સિંહની લટાર સામે આવતા ભયનો માહોલ છે.
Continues below advertisement