
Fuldolotsav Celebration: દ્વારકાના જગત મંદિરમાં કરાઈ ફૂલડોલ ઉત્સવની ઉજવણી
રાજ્યના કૃષ્ણ મંદિરોમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીનો ઉત્સવ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરાઈ
દ્વારકાના જગત મંદિરમાં કરાઈ ફૂલડોલ ઉત્સવની ઉજવણી. પ્રથમ આરતી સાથે ભક્તોએ ઠાકોરજી સમક્ષ અબીલ ગુલાલ વડે ઉજવ્યો પરંપરાગત ડોલોત્સવ. મંદિર પરિસરમાં એકબીજાને રંગ લગાવી ભક્તોએ કરી ધૂળેટીની ઉજવણી. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં રંગોત્સવ ઉજવાયો. ભગવાન રાજા રણછોડને સોના અને ચાંદીની પિચકારીથી રંગી ધુળેટીનો પર્વ મનાવાયો. સેવક પૂજારીઓએ ભક્તોને પણ રંગ લગાવી મનાવી હોળી. છેલ્લા 40 દિવસથી ભગવાન શણગાર દર્શનમાં રમે છે ભક્તો સાથે હોળી. તો બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુરમાં ભવ્યાતિભવ્ય હોળી મહોત્સવ યોજાયો. મંદિર પરિસરમાં વિશાળકાય સ્ટેજ બનાવી ડીજેના તાલે નાસિક ઢોલ, નગારા, તાશા, 51 હજાર કિલો નેચરલ કલર સાથે ઉજવણી કરવામાં આવી