Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. મહાનગર વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્યો દીઢ રુ.2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી. 43 ધારાસભ્યોને 86 કરોડ ફાળવાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટ. મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને ફાળવી 2 કરોડની વધારાની ગ્રાંટ.. ધારાસભ્યને મત વિસ્તારમાં રોડ-રસ્તાના કામ માટે બે કરોડની વધુ ગ્રાંટ.. માર્ગ-મકાન વિભાગ તરફથી ગ્રાંટની રકમ ફાળવાશે..
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો છે એક મહત્વનો નિર્ણય. રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં રોડ-રસ્તાના કામ માટે ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાંટ મંજૂર કરવામાં આવી છે. રાજ્યની મહાપાલિકા વિસ્તારમાં 43 ધારાસભ્યો આવે છે. જેને માર્ગ અને મકાન વિભાગ તરફથી 86 કરોડ રૂપિયા વધારાના ફાળવવામાં આવશે. આ બે કરોડ રૂપિયાની ગ્રાંટમાંથી ધારાસભ્યોએ ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ માટે વાપરવાના રહેશે. વરસાદ બાદ શહેરી વિસ્તારના રોડ-રસ્તાની ખસ્તા હાલત થઈ હતી. હવે વધારાની ગ્રાંટ ફાળવાતા રસ્તાઓની સ્થિતિ સુધરશે. મહાપાલિકાઓને પણ સરકાર તરફથી સંબંધિત ધારાસભ્યોના પરામર્શમાં રહીને આ ગ્રાંટમાંથી કામો કરાવવા સૂચના આપી છે.a