Geniben Thakor: સંસદમાં પ્રથમવાર બોલ્યા ગેનીબેન, ગુજરાત પર આવેલી આફતનો મુદ્દો ઉઠાવ્યો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપની હેટ્રિક અટકાવી છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને સંસદમાં એન્ટ્રી મેળવી છે. ત્યારે આજે લોકસભામાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. ગેનીબેને ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લેવા માટેની રજૂઆત કરી હતી.
આજે લોકસભામાં ચર્ચા દરમિયાન ગેનીબેન ઠાકોરે સૌપ્રથમ બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે લોકસભામાં મારુ પ્રથમ સંબોધન છે અને જેના માટે હું મારા સંસદીય ક્ષેત્રની જનતનો આભાર માંનું છું. જેને મને પંચાયતથી લઈને પાર્લીમેન્ટ સુધી આવવાનો મોકો આપ્યો. આ દરમિયાન તેમણે ગુજરાતમાં કહેર વરતાવી રહેલા ચાંદીપૂરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો હતો.