Geniben Thakor : જમીન માપણીને લઈને ગેનીબેને ઠાકોરના સરકાર પર પ્રહાર

બનાસકાંઠાના થરામાં કૉંગ્રેસની યોજાઈ જનાક્રોશ સભા. જેમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક,સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.. જનાક્રોશ સભા પહેલા રેલી યોજીને કૉંગ્રેસે વોટ ચોરીના મુદ્દાને લઈને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.. સાંસદ ગેનીબેન ઠાકોરે જનસભાને સંબોધતા ભાજપને આડેહાથ લેતા કહ્યું કે ભાજપ સરકારમાં અધિકારીઓએ કરેલી જમીન માપણીમાં તમામ જમીનો આઘાપાછી કરી નાંખી.. પોતાની જમીન પાછી લેવા માટે લોકોએ અધિકારીઓને પૈસા આપવા મજબુર બનવુ પડી રહ્યું છે.. આ વિસ્તારમાં અતિવૃષ્ટીથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છતા હજુ સુધી સરકારે કોઈ વળતર આપ્યુ નથી.. જો સરકાર વળતર નહીં આપે તો ખેડૂતો સાથે હાઈકોર્ટમાં જવાની ગેનીબેન ઠાકોરે ચીમકી ઉચ્ચારી.. તો અમિત ચાવડાએ આરોપ લગાવતા કહ્યું કે દાદાનું બુલડોઝર કોઈ પૈસાવાળા કે ઉદ્યોગપતિના દબાણો પર કેમ નથી ફરતુ.. દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે છે.. ભાજપ ગરીબોનું શોષણ કરી રહી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola