Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

Continues below advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જીતના ઉન્માદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આ નિવેદનથી હવે નવો વિવાદ છેડાયો. જગદીશ વિશ્વકર્માના આ જ વાણીવિલાસ પર કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સત્તાના ધમંડ અને અહંકારમાં આવા શબ્દોનું ઉચ્ચારણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો. વિશ્વકર્માએ બનાસકાંઠાની જનતા અને મહિલાઓનું અપમાન કર્યુ  હોવાનું કહી ગેનીબેન ઠાકોરે તો ત્યા સુધી કહી દીધુ કે જગદીશ વિશ્વકર્માં ધ્રુતરાષ્ટ્રના વિચારો જોવા મળે છે. સાથે જ ભાજપે જગદીશ વિશ્વકર્મા વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. ગેનીબેન ઠાકોરે તો 2027ની ચૂંટણી તેમની સામે લડવાનો જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંકી દીધો.

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તો ત્યાં સુધી આરોપ લગાવ્યા કે ભાજપ જ્યારથી શાસનમાં આવી છે ત્યારથી વાણીવિલાસ થઈ રહ્યો છે.. રાજનીતિમાં હારજીત હોઈ શકે.. પરંતુ બહેન દીકરી વિશે અસભ્ય  ભાષણબાજી કરવી અયોગ્ય.. આવી રાજનીતિથી સમાજને મોટુ નુકસાન થતુ હોવાનો ચંદનજી ઠાકોરે આરોપ લગાવ્યો.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola