Weather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

કડકડતી ઠંડીમાં ઠૂંઠવાવા રહેજો તૈયાર..3 દિવસ બાદ ઠંડીનો પારો 3થી 4 ડિગ્રી જશે નીચે. અમદાવાદમાં 15થી 16 ડિગ્રી લઘુતમ તાપમાનની શક્યતા...


કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફુંકાય રહ્યા છે. ત્યારે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. એટલુ જ નહીં.. હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સુકુ રહેવાની, સાથે જ ડિસેમ્બર મહિનામાં કોલ્ડવેવની ફ્રિકવન્સી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola