Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ

ગીરની કેસર કેરીની વૈશ્વિક બજારોમાં ભારે માંગ. તાલાલા પંથકની કેસર કેરીને એર કાર્ગો મારફતે ગલ્ફ દેશોમાં મોકલવામાં આવી. ગલ્ફ દેશોમાં કેસર કેરીની માગ વધતા એક્સપોર્ટમાં વધારો થયો છે. તાલાલા મેંગો પેક હાઉસના સંચાલકે માહિતી આપી કે પહેલા તો ખેડૂતો પાસેથી કેસર કેરીની ખરીદી કરવામાં આવે છે.. બાદમાં મેંગો પેક હાઉસમાં કેરીનું લેબ ટેસ્ટિંગ કર્યા બાદ ગ્રેડિંગ, વોશિંગ, પ્રી-કુલિંગ, હોટ વોટર ટ્રીટમેન્ટ કરીને પેકિંગ કરવામાં આવે છે. મેંગો પેક હાઉસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કેરીને બાવળા સ્થિત રેડિએશન પ્લાન્ટ લઈ જવાય છે. જ્યાં રેડિએશનની પ્રક્રિયા પૂર્ણ કરીને એર કાર્ગો મારફતે અલગ અલગ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આઠ એપ્રિલથી અત્યાર સુધીમાં યુએસએમાં છ ટન, યુકેમાં આઠ ટન, દુબઈમાં સાત ટન અને કેનેડામાં આઠ ટન કેસર કેરીનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે..
 

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola