Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
ગીર સોમનાથમાં ગેરકાયદે નિર્માણ પર ચાલ્યું દાદાનું બુલડોઝર. સોમનાથ શંખ સર્કલ પાસે સરકારી જમીન પર ડિમોલીશન. સરકારી જમીન પર ગેરકાયદે દરગાહનું કરાયું હતું નિર્માણ. રહેણાંક મકાન, દુકાન બાદ દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર. હઝરત રંગીલાશાહ ઉર્ફે મેહંદીવાલે બાબા દરગાહનું ડિમોલીશન. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણ કરાયા દૂર. ડિમોલીશનવાળા વિસ્તારને કોર્ડન કરી અવર-જવર પર પ્રતિબંધ.
ગીર સોમનાથમાં ચાલ્યું દાદાનું બુલડોઝર. મેગા ડિમોલિશનમાં એક ધાર્મિક સહિત 11 જેટલા રહેણાંક અને અન્ય દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. સોમનાથમાં સંખ સર્કલ નજીક આવેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા. વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાત જેસીબી, દસ ટ્રેક્ટરની મદદથી મેગા ડિમોલિશન કરવામાં આવ્યું. પાંચ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ.