Gir Somnath Rains | વેરાવળમા મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જુઓ આકાશી દ્રશ્યો
ગીર સોમનથાના વેરાવળમા મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વેરાવળમાં જલારામ સોસાયટી અને ડાભોર રોડ પર આવેલ સોસાયટીમાં પાણી ભરાયા જેના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. લોકોના મકાનમાં રહેલા સામાનને પણ ભારે નુક્સાન થયું છે. અને રસ્તાઓ પરથી પણ જાણે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે..
ગીર નું વેરાવળ શહેર જ્યા બે દિવસ માં વરસાદે તબાહી મચાવી છે લોકો ના ઘરો સુધી વરસાદી પાણી દસ્તક આપી રહ્યા છે. તલાલા ગીર અને વેરાવળ ના ગ્રામ્ય માં 10 ઇચ થી વધુ વરસાદ ખાબકતા હિરણ અને દેવકા નદી ગાંડી તૂર બની છે જેના કારણે વેરાવળ ની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયાં છે. આ હજારો ફીટ ઉપર થી લીધેલા આકાશી દ્ર્શ્યો જુઓ આં દ્ર્શ્યો છે વેરાવળ શહેર ની જલારામ સોસાયટી અને ડાભોર રોડ ના જ્યા હજુ પણ પાણી વ્હી રહયા છે . વરસાદના વિરામ બાદ પણ અહી પાણી ઓસરવાનું નામ નથી લેતું ઉલ્ટા નું પાણીનો પ્રવાહ વધી રહ્યો છે કારણ કે દેવકા નદી નુંપાની હવે આં સોસાયટી સુધી પહોચ્યું છે. ખેતરો વોકળા અને નદીનાં પાણી શહેરની રેલવે પાછળ આવેલી સોસાયટીઓ માં ફરી વળ્યા છે