Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

Continues below advertisement

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ 

ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચઢતું અટકાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને કડક નિર્ણય લીધો છે. ગૃહ વિભાગે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી Rolling Paper (રોલિંગ પેપર), Gogo Smoking Cone (ગોગો સ્મોકિંગ કોન) અને Perfect Roll ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. હવેથી પાન પાર્લર, ચાની દુકાનો કે કરિયાણાની દુકાનો પર આ વસ્તુઓનું વેચાણ કરવું કાયદેસરનો ગુનો ગણાશે. નિયમ તોડનાર વેપારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 223 હેઠળ કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં નશાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હતું. ખાસ કરીને 'એબીપી અસ્મિતા' દ્વારા છેલ્લા પાંચ દિવસથી 'ગોગો પેપર' (Gogo Paper) ના ખૂલ્લેઆમ વેચાણ અને તેના દુષ્પ્રભાવ અંગે એક મુહિમ ચલાવવામાં આવી હતી. મીડિયાના આ અસરકારક અહેવાલ બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે અને તાત્કાલિક અસરથી રાજ્યભરમાં ગોગો પેપર, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલ જેવી સામગ્રીના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે.

સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે યુવાનો અને સગીરો ચરસ-ગાંજા જેવા માદક પદાર્થોનું સેવન કરવા માટે આ પ્રકારના પેપર્સ અને કોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ પેપર્સ માત્ર નશાને પ્રોત્સાહન નથી આપતા, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ઘાતક છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ પેપર્સમાં ટાઇટેનિયમ ઓકસાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી રાસાયણિક પદાર્થો હોય છે. આ રસાયણો માનવ શરીર માટે ધીમા ઝેર સમાન છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola