Gold - Silver Price Crash : આસમાને પહોંચેલા સોના- ચાંદીના ભાવ એક ઝાટકે પટકાયા! જુઓ કેટલો ઘટ્યો ભાવ?
આકાશને આંબતા સોના-ચાંદીના ભાવમાં એક જ દિવસમાં મોટો ઘટાડો. સોનામાં એક જ દિવસમાં 9 હજાર જ્યારે ચાંદીમાં એક જ દિવસમાં 24 એક કિલોએ 24 હજાર રૂપિયા ઘટ્યા.. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 59 હજાર આસપાસ જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 3 લાખ 75 હજાર આસપાસ
આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલને કારણે ભારતીય બજાર પર પણ દબાણ આવ્યું છે. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ પ્રાઇઝ 1.65 ટકા ઘટીને $5,217 પ્રતિ ઔંસ થયો, જે એક દિવસ પહેલા $5,594.82 ની રેકોર્ડ ઊંચી સપાટી હતી. તેવી જ રીતે, સ્પોટ સિલ્વર પ્રાઇઝ પણ 2.86 ટકા ઘટીને $110 પ્રતિ ઔંસ થઈ ગઈ.
બજાર ખૂલતાંની સાથે સોના-ચાંદીની કિંમતોમાં આજે છ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. 10 ગ્રામ સોનાની કિંમત 1 લાખ 59 હજાર 250 રૂપિયા 1 કિલો ચાંદીની કિંમત 3 લાખ 75 હજાર 900 રૂપિયા નોંધાઇ હતી. ચાંદીમાં એક જ દિવસમાં 24 હજાર રૂપિયાનો કડાકો ઓપનિંગમાં જોવા મળ્યો હતો. જ્યારે સોનામાં એક જ દિવસમાં 9 હજાર આસપાસનો ઘટાડો નોંધાયો હતો.