
Gondal: પાટીદાર કિશોરને માર મારવાના કેસમાં પાટીદારોમાં ભારે આક્રોશ, જુઓ વીડિયોમાં
Continues below advertisement
Gondal: પાટીદાર કિશોરને માર મારવાના કેસમાં પાટીદારોમાં ભારે આક્રોશ, જુઓ વીડિયોમાં
પાટીદાર કિશોરને માર મારતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.. સંગ્રામજી હાઈસ્કુલના મેદાનમાં અસામાજિક તત્વોએ માર માર્યો હતો.. પાટીદાર સમાજના અનેક આગેવાનોની બુધવારે બેઠક મળી હતી.. આ કેસમાં તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની પાટીદાર સમાજે માંગ કરી હતી.. ગોંડલ પોલીસને પાટીદારોએ શનિવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું અને માંગ પુરી ન થાય તો શનિવારે અડધો દિવસ ગોંડલ બંધ કરવાનું એલાન આપ્યું હતું.. પાટીદાર સમાજના સેકડો લોકોએ બેઠક અને રેલી બાદ આવેદન પત્ર આપ્યું છે.. આ પાટીદાર સમાજની બેઠકમાં અન્ય સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.. ગોંડલમાં કડક પોલીસ અધિકારીની નિમણૂકની પણ માંગ કરવામાં આવી છે..
Continues below advertisement