Gopal Italia VS Kanti Amrutiya: ઈટાલિયાએ સ્વીકારે ભાજપના ધારાસભ્યની રાજીનામાની ચેલેન્જ

ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને ₹2 કરોડની શરત સાથે મોરબીમાંથી ચૂંટણી લડવાનો ખુલ્લો પડકાર ફેંક્યો. ગોપાલ ઇટાલિયાએ પડકાર હસતા મોઢે સ્વીકારી લીધો અને શરત મૂકી કે કાંતિ અમૃતિયા 12 તારીખે ધારાસભ્ય પદેથી રાજીનામું આપે. રાજકીય ટકરાવની વાત ગામથી રાજ્યો સુધી ફેલાઈ, મોરબીની જનતા પણ ચર્ચામાં આવતી ગઈ. ઇટાલિયાએ કહ્યું કે મોરબીની જનતા હવે જાગૃત બની છે અને તકલીફો સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. આમ, મોરબીના સ્થાનિક મુદ્દાઓ અને રાજકીય પડકારોના સંઘર્ષ વચ્ચે યુદ્ધજીવતા દર્શાવતું રાજકારણ વધુ ગરમાયું છે.

 હાલ ગુજરાતના રાજકારણમાં ભલે કોઈ ચૂંટણીનો માહોલ ન હોય, પણ ચેલેન્જ નું રાજકારણ જોરદાર ચર્ચામાં છે ને ગામ આખું એની જ વાતું કરે છે. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. અમૃતિયાએ કહી દીધું કે, "જો ઇટાલિયામાં હિમ્મત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઈશ, તો ₹2 કરોડ આપીશ!" આ વાત આમૃતિયાએ કરી ને આખા રાજ્યમાં વાયુવેગે ફેલાઈ ગઈ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola