Governor Acharya Devvrat: વીજળીના વ્યય મુદ્દે abp અસ્મિતાના અહેવાલની રાજ્યપાલે લીધી ગંભીર નોંધ

abp અસ્મિતાના અહેવાલની રાજ્યપાલે લીધી નોંધ. રાજ્યપાલની સૂચનાથી માર્ગ અને મકાન વિભાગે કર્યો પરિપત્ર. અધિકારીઓની ગેરહાજરીમાં ઓફિસમાં વીજ ઉપકરણો બંધ રાખવા કરાયો આદેશ. બિનજરૂરી લાઇટ-પંખા ચાલુ ન રાખવા પરિપત્રમાં આદેશ

સરકારી કચેરીઓમાં અધિકારીઓની ગેરહાજરીમાં વીજ ઉપકરણો ચાલુ રાખવાના abp અસ્મિતાના અહેવાલની રાજ્યપાલે લીધી ગંભીર નોંધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સૂચનાથી માર્ગ અને મકાન વિભાગે કર્યો પરિપત્ર. અધિકારીઓની ગેરહાજરીમાં વીજ ઉપકરણો બંધ રાખવાનો કરાયો આદેશ. કચેરીની લોબીમાં બિનજરૂરી લાઈટો ચાલુ ન રાખવા પરિપત્રમાં કરાયો આદેશ. એટલુ જ નહીં.. એયર કન્ડિશનરનું ટેમ્પ્રેચર પણ 24 ડિગ્રી રાખવાનો આદેશ કરાયો.  દિવસે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને લાઈટો બંધ રાખવા સરકારી અને અર્ધસરકારી કચેરીઓ માટે રાજ્યપાલે જાહેર કરી સૂચના. સાથે જ વીજળી બચાવવા માટે 
વિશેષ અભિયાન ચલાવવા રાજ્યપાલે આદેશ કર્યો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola