GSEB HSC 12th Result 2025: સાયન્સમાં મોરબી અને સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી

GSEB HSC 12th Result 2025: સાયન્સમાં મોરબી અને સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી

GSEB:ધો.12 સામાન્ય  અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે 10:30 કલાકે જાહેર થયુ છે,ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. જિલ્લાનું સૌથી વધું 97.20 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લા અગ્રેસર રહ્યો છે જેનું પરિણામ  92.91 ટકા આવ્યું છે.ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું છે.  જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59.15 ટકા પરિણામ આવ્યું છે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં ખાવડા કેંદ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ જાહેર થયું છે ધો.12 સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.  ધો.12 સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.   

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.   

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola