કોરોનાની સારવાર માટે વપરાતી દવાઓ અને સાધનો પર GST દર ઘટાડવાની જાહેરાત, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની સારવાર માટે વપરાતી દવાઓ અને સાધનો પર જીએસટી દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ટોસીલીઝૂમેબ અને એમ્ફોટેરેસિન ઈંજેક્શન પર GST માફ કરવામાં આવ્યો છે. જ્યારે રેમડેસિવિર ઈંજેક્શન પર જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે સેનેટાઈઝર, પલ્સ ઑક્સિમિટર, કોરોના ટેસ્ટિંગ કીટ પણ હવે સસ્તી થશે. કોવિડ ટેસ્ટની કીટ અને પ્લસ ઑક્સિમિટર પર પણ જીએસટી ઘટાડી 5 ટકા કરાયો..જ્યારે કોરોનાની સારવારમાં સૌથી વધુ જરૂર પડતા ઑક્સિજન, વેંટીલેટર અને બાયપેપ મશીન પર પણ જીએસટી ટેક્સ ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
Continues below advertisement