
Gujarat ABVP Protest : આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ , પોલીસે કરી ટિંગાટોળી
Gujarat ABVP Protest : આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ , પોલીસે કરી ટિંગાટોળી
સુરત : આદિવાસી શિષ્યવૃત્તિને લઈ આજે ગુજરાતભરમાં એબીવીપીએ ધરણા કર્યા હતા. સુરતમાં યુનિવર્સિટી ખાતે ધરણા કર્યા હતા. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણયના વિરુદ્ધમાં ધરણા તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ કરવાની માંગ સાથે એબીવીપી ના ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રોની હોળી, રસ્તા રોકો તથા સદબુદ્ધિ હવન યોજી વિરોધ.
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા 28 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનયરીંગ, નર્સિંગ જેવી કૉલેજ મા સ્કૉલરશિપ સહાયથી એડમિશન લઇ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી.
એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસે કરાયો વિરોધ. St વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટા માં આપવામાં આવતી સ્કોલરશીપ બંધ કરવાનો પરિપત્ર થતા વિરોધ . સરકારના પરિપત્રનો abvp કાર્યકર્તાઓએ કર્યો વિરોધ. વડોદરામાં પણ એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન. ફતેગંજ વિસ્તાર માં ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન . ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા જ સરકારનો વિરોધ . એસ.ટી.ના વિદ્યાર્થીઓને સ્કોલર શિપ ન મળતા વિરોધ. 29 સરકારી લો કોલેજમાં એડમિશન ન થતા આંદોલન . યુનિવર્સીટી પેવેલિયનથી ફતેગંજ પહોંચી ચક્કાજામ.