Gujarat Assembly Session | 1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલતી હોવાનો ખુલાસો

Continues below advertisement

રાજ્યમાં 2023 ની સ્થિતિએ 1606 પ્રાથમિક શાળાઓ 1 શિક્ષક થી ચાલતી હોવાની વિગત આવી સામે. નિયમિત 1606 શાળાઓમાં  માત્ર 1 શિક્ષકથી આપવામાં આવી રહ્યું છે સિક્ષણ. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન ના જવાબમાં મંત્રી કુબેર ડિંડોર એ આપી માહિતી. 

અમદાવાદ જિલ્લામાં ૧૭ ,ભરૂચ જિલ્લામાં ૧૦૨,બોટાદ જિલ્લામાં ૨૯, છોટાઉદેપુર જિલ્લામાં ૨૮૩ ,દાહોદ જિલ્લામાં ૨૦ ,ડાંગ જિલ્લામાં ૧૦, ગાંધીનગર ૮ શાળાઓ 1 શિક્ષક થી ચાલે છે. ૫.૩ ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકાર કર્યો. 30 વિદ્યાર્થી સામે 1 શિક્ષક ના નિયમ મુજબ 1605 શાળાઓમાં 1 શિક્ષક. રાજ્યની માત્ર 1 શાળા જેમાં 30 થી વધુ વિદ્યાર્થીઓ છે જે 1 શિક્ષકથી ચાલે છે નો મંત્રીનો જવાબ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram