Gujarat Breaking | સરકારી શાળામાં ગેરહાજર રહીને પગાર લેતા 100થી વધુ શિક્ષકો પર કાર્યવાહી
Continues below advertisement
રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈ સમાચાર સામે આવી રહ્યા હતા. જેમાં અનેક શિક્ષકોને DEOએ નોટિસ પર આપી હતી. જોકે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે..
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. રાજ્યના 134 જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. તો શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી કરાઈ છે.
Continues below advertisement