Banaskantha Flood Effect : મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત, ચુકવાશે નુકસાની વળતર
Banaskantha Flood Effect : મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત, ચુકવાશે નુકસાની વળતર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. અમૃતજી ઠાકોરના આરોપો પર ઋષિકેશ પટેલે આપ્યો જવાબ. ભારે વરસાદના પગલે તુરંત જ ટીમ તેનાત કરાઈ હતી. 3 કરોડ જેટલા એસએમએસથી જાણ કરાઈ. કેશ ડોલ્સ થકી પણ વળતર ચૂકવવામાં આવશે, તેવી બાંહેદારી ઋષિકેશ પટેલ તરફથી આપવામાં આવી. સાથે તેમણે કહ્યું 3148 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.
ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે. એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે, જેથી તાત્કાલિક એને રિલીફ મળે.