Gujarat Game Zone Rule | સરકારનો મોટો નિર્ણય | ગેરકાયદે ગેમ ઝોન ચલાવનારા હવે થશે જેલ ભેગા

Continues below advertisement

દાદા હવે એક્શન મોડમાં. ફાયર NOC નહીં તો નોંધો ગુનો. ફાયર NOC નહીં તો જવું પડશે જેલમાં. અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય. NOC વગરના મનોરંજન સ્થળોના માલિકો સામે નોંધાશે ગુનો. NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે. હાલ ચકાસણીમાં જેમની પાસે NOC નહોતું તેની સામે નોંધાશે ગુનો. IPCની કડક કલમો અંતર્ગત ગુનો નોંધવા આદેશ. બિનજામીન પાત્ર કલમો લગાવવા અપાયા આદેશ. રાજ્યના તમામ કલેક્ટર, મ્યુનિ.કમિશ્નરને અપાયા આદેશ. રાજકોટમાં 25 મેએ થયેલી ગેમ ઝૉન અગ્નિકાંડ પર મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી ગઇ હતી, જેમાં 28 લોકો જીવતા ભડથૂ થઇ ગયા હતા. આ ઘટનાને લઇને સરકાર એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવા અને આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હવે આજે રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડ મામલે મોટી અને એક્સક્લૂસિવ જાણકારી સામે આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram