Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Continues below advertisement

Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે.
 
નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈ POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ ચકાસણી કરશે. તેઓ દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા 'ટોપ ડીલર્સ'ની પણ વિગતવાર તપાસ કરશે. આ ઉપરાંત, ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં, યુરિયા સાથે અન્ય કોઈ ખાતર કે પ્રોડક્ટ પરામર્શ વગર ટેગ કરવામાં આવે છે કે નહીં, તેની પણ કડક ચકાસણી કરાશે. 
 
જો તપાસ દરમિયાન કોઈ પણ ડીલર કે એજન્સી સ્ટોકમાં અનિયમિતતા, વધુ ભાવ વધારો કે ટેગિંગ જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે તો તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર ખેડૂતોને ખાતર પુરવઠો સરળતાથી અને યોગ્ય ભાવે ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola