Gujarat Heavy Rain Forecast | રાજ્યના કયા કયા વિસ્તારોમાં આજે થશે ભારે વરસાદ? જુઓ આગાહી

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવે રાજ્યમાં લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે, આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. જેમાં આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે, તે અંગે પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પાંચમા દિવસ માટે ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર રિઝનના જે વિસ્તારોમાં હળવા વરસાદ શક્યતા છે, તેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમેરલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દીવમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola