Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ગુજરાત પર તૂટી પડશે વરસાદ, જુઓ ભારે આગાહી
abp asmita
Updated at:
25 Aug 2024 10:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી 3 કલાક સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ . હવામાન વિભાગે આજે મોટી આગાહી કરી છે.. જેમાં રાજકોટ જામનગર સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહિસાગર દાહોદમાં મધ્યમ વરસાદ વરસી શકે છે આ સાથે છોટા ઉદયપુર, પંચમહાલ, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં પણ મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ મહેસાણા, સાબરકાંઠા ખેડામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.. જ્યારે કે અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મોરબી, દ્વારકામાં હળવો વરસાદ વરસી શકે છે. આ તરફ પોરબંદર, જામનગર, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ અને ભાવનગરમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.