Gujarat Heavy Rain Forecast | દક્ષિણ ગુજરાત પર આકાશી આફતનું એલર્ટ, ભયંકર વરસાદની આગાહી | Abp Asmita
abp asmita
Updated at:
04 Sep 2024 02:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશીય આફત વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અતિભારે વરસાદની શક્યતાને પગલે આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે નર્મદા અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા માટે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં છૂટા છવાયા સ્થળો પર આજે અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.