Gujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી
ગુજરાતમાં આજથી પવિત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આ નવરાત્રીમાં ખેલૈયાનો મૂડ બગડી શકે છે, કેમ કે રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યામાં વરસાદે રિએન્ટ્રી કરી છે, આ સિલસિલો હવે નવરાત્રીમાં પણ ચાલુ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યામાં આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની પડવાની આગાહી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી, ગીર સોમનાથ અને અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર અને હવેલી સહિત દીવમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં સાંજે સામાન્ય વરસાદી ઝાંપટા આવી શકે છે.