સિંહોના અકાળે મૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકાર વિરુદ્ધ કેમ નારાજગી કરી વ્યક્ત?
Continues below advertisement
સિંહોના અકાળે મૃત્યુ મુદ્દે હાઈકોર્ટે સરકાર સામે આકરૂ વલણ દાખવ્યું હતું. હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ રાજ્ય સરકારના વિવિધ વિભાગો પાસે જવાબો માંગ્યા હતા. જોકે સરકારના એક પણ વિભાગે કૉર્ટમાં જવાબ રજૂ ના કરતા કૉર્ટ નારાજ થઈ. ગીર જંગલમાં પાઈપલાઈન ગેસ લાઈન અને રેલવે લાઈન અંગે કોર્ટના હુકમ બાદ પણ સરકારે જવાબ રજૂ કર્યો નથી. હાઈકોર્ટે સવાલ કર્યો કે રાજ્ય સરકારનું આ વલણ કેટલુ યોગ્ય?, આવનારી પેઢીને શું જવાબ આપીશું. જંગલમાં ગેસ લાઈન,પાણીની લાઈન નાંખવાનો નિર્ણય ઘાતક સાબિત થશે. આ નિર્ણયથી જંગલ અભ્યારણ્ય અને સિંહોને નુકસાનની હાઈકોર્ટે ભીતિ દર્શાવી હતી.
Continues below advertisement