Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

Continues below advertisement

યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી. દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકાના ચીફ ઓફિસરને સવાલ પૂછ્યો કે, ઢોરની સમસ્યાના નિરાકરણ માટે શું પગલાં લીધા તેની વિગતો આપો. દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે થયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી કે,લગભગ 2 હજાર રખડતા પશુઓ મુકતપણે ફરતા હોવાથી સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચીફ ઓફિસરે કોર્ટમાં રજૂઆત કરી કે, દ્વારકામાં રખડતા પશુઓને પકડવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવે છે.પરંતુ અરજદારે રજૂઆત કરી કે, નગરપાલિકા માત્ર કાગળ પર કામગીરી બતાવે છે, જ્યારે જમીન પરની સ્થિતિ સંપૂર્ણ રીતે અલગ છે.અરજદારે એવો પણ આરોપ લગાવ્યો કે, રખડતા પશુઓ અનેકવાર સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ પર હુમલા કરતા હોય છે, જેમાં ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે..છતાં નગરપાલિકા તરફથી કોઈ ઠોસ પગલાં લેવાતા નથી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola