Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?

Continues below advertisement

તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીનું નિવેદન

તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સના વાયરલ વિડીયોને લઈને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રથમ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વિડીયોની તપાસના આદેશ આપી દેવાયા છે. મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે, જ્યારે પ્રવાસન વિભાગ વિદેશી મહેમાનોના રહેવા અને જમવાની વ્યવસ્થા કરે છે. કલેક્ટરને વિડીયો અંગે તપાસ કરીને રિપોર્ટ માંગવામાં આવ્યો છે. મૂળુભાઈ બેરાએ કહ્યું કે, "સ્થાનિક કક્ષાએ કોઈએ આયોજન કર્યું હશે તો પગલા લેવામાં આવશે."

તરણેતરનો મેળો ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરે છે, પરંતુ આ મેળામાં અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હોવાથી વિવાદ વણસ્યો છે. તરણેતરના મેળામાંથી એક વિડીયો સામે આવ્યો છે અને તેને લઈને વિવાદ થયો છે. 

આ અંગે વાત કરતાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું, "તરણેતરનો મેળો આપણી ભાતીગળ સંસ્કૃતિને દર્શાવે છે અને એની અંદર આ પ્રકારની અશ્લીલતાવાળો વિડીયો આવ્યો છે. આપણે કલેક્ટર સાથે વાતચીત કરી છે. મેળામાં આજે જે સમાચાર છાપામાં જોયું છે, એમાં કલેક્ટરે કહ્યું કે આટલા દિવસ પછી સમાચાર આવ્યા છે, મેળો પૂરો થઈ ગયો છે અને ઘણા બધા દિવસ થઈ ગયા છે. પ્રવાસન તો ત્યાં જે વિદેશી ટુરિસ્ટો હોય એના માટે રહેવા માટેની ટેન્ટ સીટી અને જમવાની ને એવી વ્યવસ્થાઓ કરે છે. કલેક્ટરને મેં કીધું છે કે આ બાબતે તપાસ કરાવો.એ બાબતે તપાસ કરાવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram