ABP News

Amreli Rape Case | અમરેલી બળાત્કાર કેસના પડઘા પડ્યા ગાંધીનગરમાં, જુઓ કોણે શું કહ્યું?

Continues below advertisement

Amreli Rape Case | અમરેલી બળાત્કાર કેસના પડઘા પડ્યા ગાંધીનગરમાં, જુઓ કોણે શું કહ્યું?

શિક્ષકના ગરિમા પૂર્ણ પદને લાંછન લગાડતી ઘટનાથી અમરેલીના શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના અમરેલીમાં બની છે.  અહીં શિક્ષક પર  2 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, મહેન્દ્ર પટેલ નામના આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો. ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળકીઓને ને દારૂ પાઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાની જાણ થતાં વાલી વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીની ફરિયાદ બાદ લંપટ નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે.નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola