Gujarat Police | પોલીસ દમન અને પોલીસ સામેની ફરિયાદ માટે જાહેર કરાશે અલગ નંંબર

Continues below advertisement

Gujarat Police | પોલીસ દમન કે પોલીસ સામેની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલગ નંબર જાહેર કરશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઇકોર્ટ ને આપી બાંહેધરી. પ્રજાના મનમાં રહેલ સર્વ વ્યાપ ધરાવતો 100 નંબર, જે તાત્કાલિક મદદ માટે ડાયલ કરવામાં આવે છે તે પણ રહેશે જ. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે 112 નંબર પણ દેશ વ્યાપી તાત્કાલિક મદદ માટે ચાલુ રહેશે. પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધ ની ફરિયાદ માટે રાજ્ય સરકાર નવો નંબર જાહેર કરશે. જાહેર થનાર નંબર રાજ્યના તમામ લોકોને જાણમાં આવે તે રીતે તેમના સુધી પહોંચાડવામાં આવશે. કોઈપણ ફરિયાદ હશે તો 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોની તકલીફ કે ફરિયાદ દૂર કરવી એ રાજ્ય સરકારની કટિબદ્ધતા. 12 જાન્યુઆરી સુધીમાં નવો નંબર જાહેર થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram