Gujarat Rain | છેલ્લા કલાકમાં 25 તાલુકામાં પડ્યો વરસાદ, સૌથી વધુ ખંભાળીયામાં સવા 9 ઇંચ વરસાદ
હરેશ કણઝરીયા
Updated at:
17 Jun 2024 09:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Rain | દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં 24 કલાકમાં ખાબક્યો છે 10 ઈંચ વરસાદ. ધોધમાર ખાબકેલા વરસાદ ના પગલે બેહ ગામે આવેલ પ્રખ્યાત જુંગી વારા ધામ મંદિર આસ પાસ પાણી ભરાયા ના દ્રશ્યો આવ્યા સામે. મંદિર પરિસર તરફ જવાના રસ્તા પર તેમજ આસપાસની દુકાનોમાં પાણી ભરાયા. રસ્તામાં પાણી ભરાતા કેબિનેટ મંત્રી મુળુ બેરા ને મંદિર બહાર થી જ દર્શન કરવા પડ્યા. મંદિર સુધી જવાના રસ્તા તળાવ સમાન બન્યા.
હવામાન વિભાગની આગાહી. આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ગાજ વીજ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી. કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી. જ્યારે સામાન્ય વરસાદની આગાહી બોટાદ સુરેન્દ્રનગર સુરત દમન નવસારી ભરૂચ ગામ તાપી દાદરા નગર હવેલીમાં. જુઓ ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?