Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

Continues below advertisement

Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી,ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. 

નૈઋત્ય ચોમાસું કેરલમાં ભલે 3 દિવસ મોડું આવ્યું હોય પરંતુ આગમન. બાદહવે રોકેટ ગતિએ દેશના અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં ગોવા સહિત સાત રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ગોવા, મહારાષ્ટ્ર સાથે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજયોમાં તે આગળ વધી ગયું છે. આગામી સાત દિવસ કેરલ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તમિલનાડુમાં 9મી જુન સુધીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 3 દિવસમાં ચોમાસું આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, બંગાળમાં અને 10 દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશા પહોંચી શકે છે. તો 20 જૂન સુધીમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola