Gujarat Rain Forecast: આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે, જુઓ ભયંકર આગાહી | Abp Asmita

Gujarat Rain Forecast: આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે, જુઓ ભયંકર આગાહી | Abp Asmita 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદનું અનુમાન છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી  3 કલાકમાં વરસાદની આગાહી છે. આગામી 3 કલાકમાં દાદરા અને નગરહવેલીમાં સહિત  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.  સુરત, તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. ડાંગ, નર્મદામાં પણ  ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. 3 કલાકમાં વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. 3 કલાકમાં ભરૂચ, અમરેલી,ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠાના કારણે ખેડૂતો ચિંતત છે. ગઇ કાલે પણ સૌરાષ્ટ્ સહિત અનેક વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં અણધાર્યા વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે. સૌથી વધુ પ્રભાવિત અમરેલી શહેર રહ્યું છે, જ્યાં માત્ર ગણતરીના કલાકોમાં સવા ત્રણ ઇંચ (૩.૨૫ ઇંચ) વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola