Gujarat Rain Forecast :એક કલાકમાં ભયંકર વરસાદની આગાહી | Abp Asmita | 03-07-2025

Gujarat Rain Forecast :એક કલાકમાં ભયંકર વરસાદની આગાહી | Abp Asmita | 03-07-2025

જુલાઇની શરૂઆતમાં ચોમાસાના વરસાદનો બીજો મોટો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. આજથી 3જી જુલાઇથી હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસશે. હાલમાં હવામાન વિભાગનું નવુ નાઉકાસ્ટ સામે આવ્યુ છે જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે આજના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તબાહી બનીને ત્રાટકી શકે છે. આગામી એક કલાક માટે હવામાનનું નવુ નાઉકાસ્ટ એલર્ટ સામે આવ્યુ છે, જેમાં ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. નાઉકાસ્ટ એલર્ટ પ્રમાણે, આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત પાટણ અને મહેસાણામાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં વાદળો છવાયેલા રહેશે અને ઠેકઠેકાણે ભારેથી સામાન્ય વરસાદ વરસી શકે છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola