Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita

Continues below advertisement

ચોમાસુ ગુજરાતના અનેક વિસ્તારમાંથી હાલ વિદાય લઇ રહ્યું છે. જો કે પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગના હાલના મોડલ મુજબ 7થી 8 ઓક્ટોબરની આસપાસ ગુજરાતમાં ફરી વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા ઓછી પરંતુ 7થી 8 ઓક્ટોબરે  દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. લક્ષદિપમાં એક સિસ્ટમ બની રહી છે પરંતુ મજૂબત બને તેવી શક્યતા નથી. આ સિસ્ટમ આગળ વધશે તો ફરી ગુજરાતમાં વરસાદથી શકયતા પ્રબળ બની શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો  મુંબઇ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વરસાદ વરસી શકે છે.

વરસાદની શક્યતાની વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી, ભરૂચ ડાંગ,ગીર સોમનાથમાં આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટછવાયો મધ્યમ વરસાદનું અનુમાન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram