Gujarat Rain Forecast | ગુજરાતના આ 10 જિલ્લાઓમાં આજે તૂટી પડશે વરસાદ | Rain Updates| 21-9-2024
Continues below advertisement
Gujarat Rain Forecast | ગુજરાતના આ 10 જિલ્લાઓમાં આજે તૂટી પડશે વરસાદ | Rain Updates| 21-9-2024
ગુજરાતમાં આજે કેટલાક જિલ્લામાં આજે વરસાદનું (rain) અનુમાન છે. રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે.
Continues below advertisement