Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

Continues below advertisement

Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 30 મેથી 2 જૂન સુધી થંડર સ્ટોમ સાથે વરસાદની આગાહી. 30 અને 31 મેના રોજ કચ્છ, બનાસકાંઠામાં વરસાદની આગાહી. સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી. 1 જૂને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી. 2 જૂને અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, વડોદરામાં વરસાદની આગાહી. 2 જૂને પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં વરસાદની આગાહી.

રાજ્યમાં કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકો માટે એક બહુ સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 30 મેથી ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની (ચોમાસા પહેલાના વરસાદની) શરૂઆત થવા જઈ રહી છે. એટલે કે, 30 મેથી લઈને 2 જૂન સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ વરસાદ પડ્યા બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેથી લોકોને આકરી ગરમીમાંથી મોટી રાહત મળશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola