Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં ધોધમાર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?
Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં ધોધમાર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?
ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો પણ થયો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચેલું છે. જોકે, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. ચોમાસાના આગમન પહેલા હવામાન વિભાગે આજે શુક્રવારે પણ વરસાદની આગાહી કરી છે.
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા આપ્યા છે. જે પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં 0.94 ઈંચ નોંધાયો હતો. જ્યારે આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા દરમિયાન માત્ર નવસારીમાં જ સામાન્ય વરસાદ નોંધાયો હતો.