Gujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહી
રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ભાવનગર, તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.
આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.